Dreamline Education

https://dreamlineeducation.blogspot.com/2019/09/ccna-course-online-ccna-certification.html

YOUR SUCCESS IS OUR AIM

Dreamline Education Provide Online $ Offline Education.

We Provide Computer Training

Computer Courses Hardware Networking CCNA Windows-OS Windows Server MCSA Linux Ethical Hacking

We Provide Software Programimg Training

Software Programming C C++ HTML JAVA PHP MYSQL C# WEB-DESIGNING PHOTOSHOP CORELDRAW

We Provide School Tuition From Class 5 to 12

Online Offline Tuition On Maths Science English and All Subjects Of Class 5th to 12th

We Provide Spoken English and Personality Development

Become Fluent, Confident In English With Flexible Custom-Made Plans and Personal Trainers.

Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Wednesday, May 12, 2021

જાણો માનવ શરીર ની અદ્ભૂત શક્તિઓ વિશે

 











જાણો માનવ શરીર ની અદ્ભૂત શક્તિઓ વિશે 

માનવ શરીર અદ્ભૂત છે

મજબૂત ફેફસા

આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 📌
















આવી  કોઇ ફેક્ટરી નથી

આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 














લાખો કિલોમીટર મુસાફરી

માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. 


ધબકારા

તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 


બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ

માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 


નાકમાં એર કંડિશનર










આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે. 

કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ

ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 👍

જબરદસ્ત મિશ્રણ

શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે. 👌🏻


અજબ છીંક

છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે. 

બેક્ટેરિયાનું ગોદામ

માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.


ઇએનટીનું  વિચિત્ર વિશ્વ

આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.











દાંતની કાળજી લો

માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.


મોંમાં ભીનાશ

માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.


પલક ઝપકતાં

વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.


નખની કમાલ

અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.


દાઢીના વાળ

પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.


ખોરાકનું ગણિત

વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.


વાળ ખરવાની પરેશાની

એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.


ડ્રીમ વર્લ્ડ

બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.


ઊંઘનું મહત્વ

ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.